ફાલુન દાફા meditation

English | हिन्दी | বাংলা | मराठी | తెలుగు | தமிழ் | ગુજરાતી | ಕನ್ನಡ | മലയാളം | ਪੰਜਾਬੀ

Indian practitioner, Exercise 3

ફાલુન દાફા

સત્ય, કરુણા, સહનશીલતા

ફાલુન દાફા (Falun Dafa) જેને ફાલુન ગોંગ (Falun Gong) નામથી પણ ઓળખવામાં આવે છે. મન અને શરીરનો એક ઉત્કૃષ્ટ અભ્યાસ છે. જેમાં બૌદ્ધ વિચારધારા પર આધારિત સત્ય કરુણા અને સહનશીલતાના વૈશ્વિક સિદ્ધાંતોના અધ્યયનની સાથે પાંચ સરલ સોમ્યા અને પ્રભાવી વ્યાયામ અને ધ્યાનનૉ સમાવેશ છે.ફાલુન ગોંગ સ્વયંસેવકો દ્વારા નિઃશુલ્ક શિખાવામાં આવે છે. દુનિયા ભરમાં 100થી વધુ દેશોમાં બધા સામાજિક વર્ગો અને તમામ ઉમરના, વ્યવસાયના અને ભાષાના લોકો દ્વારા આનો અભ્યાસ કરવામાં આવે છે. જે લોકો ફાલુન દાફા નો અભ્યાસ કરે છે તેઓ સ્વાસ્થ્ય લાભો તેમજ નવી ઉર્જા, માનસિક સ્પષ્ટતા અને તણાવ થી રાહત અનુભવે છે. ફાલુન દાફા મૂળ રૂપે ચીનમાં શ્રી. લી હોંગઝી (Mr. Li Hongzhi). દ્વારા શીખવવામાં આવ્યું હતું. આજે, તે ભારત સહિત 100 થી વધુ દેશોમાં કરોડો લોકો દ્વારા અભ્યાસ કરવામાં આવે છે

100% નિઃશુલ્ક ઓનલાઇન અથવા વ્યક્તિગત રીતે શીખો

સાચેજ, આ અમૂલ્ય અને લાભપ્રદ વ્યાયામ શીખવાની કોઈ કિંમત ચૂકવવાની નથી. તદ્દન મફત છે. તમો નીચે જણાવેલ માધ્યમો દ્વારા ફાલુન દાફા ઓનલાઇન અથવા વ્યક્તિગત રીતે શીખી શકો છો.

ફેસબુક અમારા ફેસબુક પેજ માધ્યમ દ્વારા સંદેશ મોકલો.
ઓનલાઇન LearnFalunGong.in મફત ઓનલાઇન ક્લાસ માટે રજીસ્ટ્રેશન કરો.
વ્યક્તિગત રૂપે પર તમારી નજીકના શહેરમાં કોઈ સંપર્ક વ્યક્તિ શોધો FalunDafaIndia.org ઉપર આપણા શહેરમાં નજીકના અભ્યાસી નૉ સંપર્ક કરો.

ધ્યાનના વ્યાયામ

ફાલુન દાફા માં 5 સરળ ધ્યાન વ્યાયામો હોય છે, ચાર ઉભા રહી ને અને એક બેસીને કરવાનો ધ્યાન અભ્યાસ છે. આ વ્યાયામો શીખવામાં સરળ છે અને કોઈપણ વયના લોકો, બાળકો અને વૃદ્ધો દ્વારા કરી શકાય છે. Five exercises

૧. બુદ્ધ સહસ્ત્ર હસ્ત પ્રદર્શન આ વ્યાયામ શરીરની તમામ ઉર્જા નાડીઓ ખોલે છે જેથી શરીરમાં ઊર્જાનો પ્રવાહ નિર્વિઘ્ન રૂપે થઈ શકે.
૨. ફાલુન દાફા સ્થિર મુદ્રા વ્યાયામ શાંત સ્થિતિમાં ઊભા રહેવાનો વ્યાયામ જેમાં ‘ચક્રને પકડવા’ સાથે ચાર મુદ્રાઓ હોય છે. આના થી શક્તિ સામર્થ્ય વધે છે.
૩. બ્રહ્માંડ ના બે છોરો નું ભેદન બ્રહ્માંડની ઊર્જાને શરીરની આંતરિક ઊર્જા સાથે ભેળવી દે છે, શરીરને નિર્મળ અને શુદ્ધ બનાવે છે.
૪. ફલુન દિવ્ય પરિપથ આ વ્યાયામ મહાન દિવ્ય પરિપથ ને સક્રિય કરે છે, અને બધીજ શક્તિઓ ના સંચાર સાથે શરીરની અસંતુલિત અવસ્થા સુધારે છે.
૫. દિવ્ય શક્તિઓ ને સુદૃઢ કરવું એક ઉચ્ચ સ્તરીય ધ્યાન અભ્યાસ જે બેસીને કરવામાં આવે છે, જે શક્તિ સામર્થ્ય અને દૈવી શક્તિઓને મજબૂત બનાવે છે.

પુસ્તકો

Zhuan Falun પરિચય પુસ્તક ફાલુન ગોંગ છે, પરંતુ મુખ્ય ઉપદેશો ઝુઆન ફાલુન પુસ્તકમાં સમાયેલ છે. આ ઉપરાંત ઘણા પૂરક પ્રવચનો પણ ઉપલબ્ધ છે. તમામ પુસ્તકો FalunDafa.org ઉપર મફત ડાઉનલોડ કરી શકાય છે.

ફાલુન ગોંગ વ્યાયામના ચિત્રો અને સિદ્ધાંતોની સમજૂતી સાથે પરિચય પુસ્તક.
ઝુઆન ફાલુન ગુરુ લી હોંગઝીની સૌથી વ્યાપક અને આવશ્યક ઉપદેશોનું સંકલિત પુસ્તક .

FalunDafa.org વેબસાઈટ ઉપર 1996 થી 2023 સુધીના સંખ્યાબંધ પૂરક પ્રવચનો પણ છે.

વિડિઓ અને ઑડિઓ

વિડિયો અને ઑડિયો ફાઇલો FalunDafa.org ઉપર નિઃશુલ્ક ઑનલાઇન ઉપલબ્ધ છે.

Exercise music વ્યાયામ 1 થી 5 કરતી વખતે ઉપયોગ માં લેવાતું સંગીત.
Exercise instruction વ્યાયામ સૂચનાઓ વ્યાયામ શીખવા માટેની વિડિઓ સૂચનાઓ.
વિડીયો ગુરુ લી હોંગઝીની 9-દિવસીય વ્યાખ્યાન શ્રેણી પ્રવચનના વીડિઓ

ચીનમાં દમન

ફાલુન ગોંગની પ્રથા આજે વિશ્વભરમાં પ્રચલિત છે, પરંતુ દુઃખની વાત એ છે કે ફાલુન દાફાના જન્મસ્થળ ચીનમાં ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા તેનું ક્રૂરતાથી દમન કરવામાં આવે છે. ફાલુન ગોંગની વધતી જતી લોકપ્રિયતાને સામ્યવાદી પક્ષના પ્રમુખ જિઆંગ ઝેમિને તેમની સત્તા સામેના પડકાર તરીકે જોયા હતા. તેમણે 1999 માં આ પ્રથા પર પ્રતિબંધ મૂક્યો અને તેને જડમૂળથી ઉખેડવા માટે દેશવ્યાપી ચળવળ શરૂ કરી અને ક્રૂર દમન શરૂ કર્યું જે આજ સુધી ચાલી રહ્યું છે. વધુ જાણવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.